સાંતલપુર તાલુકાની વારાહી માર્કેટયાર્ડની ર૯મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વારાહી માર્કેટયાર્ડમાં ભાજપમાં જ ભંગાણ પડવાથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
વારાહી માર્કેટયાર્ડમાં ભાજપ સાથે જોડાયેલા બે ગૃપો સામસામે આવી ગયા છે જેમાં ભાજપના સંગઠન દ્વારા દશ ખેડૂતો સાથે પ્રગતિ પેનલ બનાવી ચૂંટણી જંગમાં ઉતયું છે ત્યારે સામે ભાજપ સાથે જોડાયેલા બીજા સાત ખેડૂતોએ વિકાસ પેનલ બનાવી જંગમાં ઝંપલાવતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ખેડૂત ઉમેદવારો તટસ્થ રહેવાથી ચૂંટણીમાં અલગ જ રંગ જોવા મળી રહયો છે ત્યારે બે ખરીદ વેચાણ સંઘના ઉમેદવારો બિનહરીફ થયા છે.
માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂતોની દશ સીટ તેમજ વેપારીઓની ચાર સીટો મળી કુલ ૧૪ બેઠકો માટે ર૯મી તારીખે ચૂંટણી યોજાશે જયારે ૩૦ મી તારીખે ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે.