પાટણ શહેરના વાદી સોસાયટીમાં આવેલ પાલિકા હસ્તકના કોમ્પ્લેક્ષામાં તાજેતરમાં સીડીના ઉપરના ભાગનું છજુ પડતાં સ્થાનિક ફાયર પંકચરના એક વેપારીએ તેનો લાભ લઈ આવવા જવાના કોમ્પ્લેક્ષની સીડીને તોડી પોતાની દુકાન મોટી કરી બિનઅધિકૃત રીતે બાંધકામ કયું હતું.
જેના સમાચાર પીટીએન ન્યૂઝમાં પ્રસારીત થતાં પાલિકા તંત્ર સફાળ જાગી આ નાના વેપારી દવારા કરવામાં આવેલા અન અધિકૃત દબાણને ગતરોજ તોડી પાડવામાં આવ્યું હતું. આમ, પાલિકા દવારા મોટા બિલ્ડરોના દબાણોની સામે મૌન સેવતાં આજે નાના વેપારીઓ પણ પાલિકાની જગ્યાઓ ઉપર બિનઅધિકૃત દબાણો કરતા હોય તેવું જોવા મળી રહયું છે. ત્યારે પાલિકા દવારા આવા નાના વેપારીઓના દબાણો તોડી સંતોષ માની રહયા છે
જયારે પીટીએન ન્યૂઝ ચેનલ દવારા શહેરના સુભાષચોક અને જૂના રેડક્રોસની સામે પાલિકાના નિયમોને નેવે મુકીને બિનઅધિકૃત બાંધકામ કયું હોવા છતાં પાલિકાના કોપોરેટરો, પ્રમુખ સહિત ચીફ ઓફિસર મૌન સેવતાં તેઓની સામે ભ્રષ્ટાચારની આંગળીઓ ચિંધાઈ રહી છે. ત્યારે ભાજપના પારદર્શક વહીવટને ઉજાગર કરવા પાલિકાના સત્તાધીશો દવારા આવા મોટા બિલ્ડરોના પણ દબાણો કોઈનીપણ સેહ શરમ રાખ્યા વિના તોડી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ બાબતે પાટણ નગરપાલિકાના કોપોરેટર ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે નાના વેપારીઓ દવારા કરાયેલા બિનઅધિકૃત દબાણોને પાલિકા દવારા તોડી પાડવામાં આવ્યા છે તે સરાહનીય બાબત ગણાવી મોટા બિલ્ડરો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓને પણ કાયદાના પાઠ ભણાવવા માંગ કરી હતી.
