પાટણ શહેરમાં ફરીથી તસ્કરો સકિ્રય બનતાં એકી સાથે બે ઘરફોડ અને એક મોલમાં ચોરી કરી પોલીસને ચેલેન્જ કરી રહયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહયું છે. આમ તસ્કરો લાંબા સમય બાદ ફરીથી સકિ્રય થતાં શહેરીજનોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે.
ત્યારે પાટણ શહેરના હાઈવે વિસ્તારના પદ્મનાભ ચાર રસ્તા પાસે આવેલી બે સોસાયટીઓ અને એક મોલમાં ચડડી બનીયાનધારી ગેંગે ચોરીને અંજામ આપ્યો હતો. તો શિવાલિક અને એકઝોટિકા સોસાયટીના બ્લોક નંબર-રરમાં રહેતા સોની સમીરભાઈને ત્યાં તિજોરીનુ તાળુ તોડી રૂપિયા ર૦ હજાર રોકડ અને છ થી સાત તોલા સોનુ ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું.
તો બ્લોક નંબર ૩૬માં રહેતા પ્રજાપતિ લાલાભાઈ ને ત્યાં મકાનનું તાળું તોડીને સામાન વેરવિખેર કયુઁ હતું પણ ઘરમાંથી કશુજ ન મળતાં ચડડી બનીયાનધારી તસ્કરોને વિલા મોંએ પાછો ફરવાનો વારો આવ્યો હતો.
તો ભવાની સુપરમાર્કેટ મોલમાં રાત્રે ૩ વાગ્યાની આજુબાજુ મોલનું શટર અધ્ધર કરીને બાજુમાં આવેલ સીસીટીવી કેમેરાને ઢાંકી દઈને મોલમાં પ્રવેશ્યો હતો તો આ મોલમાં સળિયા વડે કાઉન્ટરનો ગલ્લે તોડી અને રૂપિયા પ થી ૭ હજારની રોકડ રકમ લઈને તસ્કરો પલાયન થઈ ગયા હતા.
આ મોલમાં સીસીટીવીના આધારે ચોરી કરતા ચડડી બનિયાનધારી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને શિવ કુટીરમાં આવેલ બ્લોક નંબર-૧૩ માં પણ તસ્કરોએ ચોરીને અંજામ આપવા તિજોરીનું તાળુ તોડી સર-સામાન વેર વિખેર કરી દીધો હતો.