પાટણ : બીજા ડોઝના વેકિસનેશનનો કરાયો પ્રારંભ

પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે વેકસીનનો બીજો ડોઝ આપવાનો કાર્યક્રમ જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષાતામાં આજરોજ યોજાયો હતો.
પાટણ જિલ્લામાં ૧૦,૦૦૦ વેકિસનના ડોઝ આપવાના રોજનો ટાર્ગેટ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર્ય ડોક્ટર સાલવી ડોક્ટર હિમાંશુ દ્વારા દિપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

તો આજે વેકિસનનો બીજો ડોઝ લેવા આવનાર તમામ શહેરીજનોને નર્સ દવારા સરકારની ગાઈડલાઈન સહિત ડોઝ વિશેની માહિતી આપ્યા બાદ તમામ શહેરીજનોને રસી આપવામાં આવી હતી.

તો આ પ્રસંગે આરોગ્ય અધિકારી ડોક્ટર આર્ય જણાવ્યું હતું કે આજે પાટણ જિલ્લામાં વેકસીના દસ હજાર જેટલા વ્યિક્તઆેને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવવાનું જણાવી સુપર સ્પ્રેડરોની તારીખ લંબાઈ હોવાથી ૧પમી ઓગસ્ટ સુધીમાં તમામ સુપર સ્પ્રેડરોને કોરોનાની વેકિસન લઈ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

તો વેિક્સન લેનાર નિશાબેન અને મુકેશભાઈએ જણાવ્યું હતું કે વેકિસન લેવાથી કોઈ આડઅસર થતી નથી અને તમામ બાકી રહી ગયેલા શહેરીજનોએ વેકસીન લેવી અને માસ્ક તેમજ સોશિયલ રાખી શહેરને કોરોના મુકત બનાવે તેવી અપીલ કરી હતી.