ગુજરાતમાં વિજય રૂપાણીની ભાજપ સરકારનાં સફળતાનાં પાંચ વર્ષની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સોમવારના રોજ પાટણ જિૡા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણના પૂર્વ સાંસદ જગદીશ ભાઈ ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહીને આરોગ્ય બચાવો અભિયાન અંતર્ગત સરકારનો વિરોધ કર્યો હતો.
ત્યારે કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દવારા વિવિધ બેનરો સાથે સાથે ખેડૂત વિરોધી યે સરકાર નહીં ચલેગી… નહીં ચલેગી…, સસ્તા દારુ મહેંગા તેલ… જેવા વિવિધ સૂત્રોચ્ચાર પોકારી રાજયમાં મોંઘવારી અને દરેક ક્ષોત્રે નિષ્ફળ રહેલી ભાજપની સરકાર મુખ્યમંત્રીના પાંચ વર્ષ પૂર્ણ થતાં સંવેદના દિનની ઉજવણી કયા મોઢે કરી રહી હોવાના આક્ષોપો કરી દરેક ક્ષોત્રે ભાજપની સરકાર નિષ્ફળ નિવડી હોવાથી ભાજપ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના સફળતાના કાર્યક્રમોની સમાંતર પ્રદેશ કોંગ્રેસ દવારા રાજયભરમાં ભાજપ સરકારની નિષ્ફળતાને લઈ સમગ્ર રાજયમાં વિવિધ કાર્યક્રમો આપી ભાજપ સરકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયો છે.
જ્યારે આ વિરોધ પ્રદર્શનમાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને સિદ્ઘપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ સરકારની નિષ્ફળતાનો ચિતાર રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કયાઁ હતા. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયે આ ભાજપ સરકાર કોરોના સંક્રમિત દર્દીઆેને આેિક્સજન, વેિન્ટલેટર અને બેડ સહિતની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે અને જેના કારણે અનેક કોરોના સંક્રમિત દર્દીઆેના મોત નીપજ્યા હોવાનું જણાવી પાંચ વર્ષની સફળતાની ઉજવણી કરી રહેલી ભાજપની સરકારને આડેહાથ લઈ દરેક ક્ષોત્રે નિષ્ફળ નિવડી હોવાના આક્ષોપો કર્યાં હતા.
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વનિભાઈ પટેલ, એનએસયુઆઇ પાટણ જિલ્લા પ્રમુખ દાદુજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપિસ્થત રહ્યા હતા.