રુપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજયમાં સંવેદના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દવારા સમગ્ર રાજયમાં છેલ્લા પાંચ વર્ષની સરકારની નિષ્ફળતાઓને લઈ સરકારે જાહેર કરેલા કાર્યક્રમોની સમાંતર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહયા છે.

ત્યારે મહેસાણા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકારનો વિરોધ પ્રદર્શિત કરતાં તેઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓ દવારા સંવેદનહિન સરકારના નારાની સાથે નિષ્ફળતાઓની ઉજાણી શરમ કરો રુપાણીના નારા લગાવી ભાજપ સરકારનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે સૂત્રોચ્ચાર કરનાર કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024