PATAN : રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે સંવેદના દિન અંતર્ગત કોરોના મહામારીમાં પોતાના વાલી ગુમાવનાર બાળકોના આરોગ્ય ની તપાસ માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ શિબીર યોજવામાં આવી હતી. સેવા સેતુ સહિતના કાર્યક્રમો માટે પાટણ પધારેલા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપિસહ જાડેજાએ (Pradipsinh Jadeja)આ મુલાકાત દરમ્યાન આરોગ્ય શિબીરની મુલાકાત લીધી હતી. પોલીસ પ્રજાની પડખે છે એ વાતની પ્રતિતિ કરાવતાં પાટણ પોલીસ દ્વારા સ્વૈિચ્છક સંસ્થાઆેના સહયોગથી આરોગ્ય તપાસ શિબીર તથા રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપિસ્થત તબીબો સાથે વિચારવિમર્શ કરી આ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણીમાં કોઈ કચાશ ન રહીજાય તે માટે સુચન કયુઁ હતું. આ શિબીરનો લાભ પોલીસકૂર્મીઆે તથા તેમના પરિવારના સભ્યોએ પણ લીધો હતો. પાટણના સેવાભાવી તબીબો દ્વારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ,સ્કિન, ગાયનેક, ડેન્ટીસ્ટ અને આેથોપેડિકને લગતી સમસ્યાઆેની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.

આરોગ્ય તપાસ શિબીરની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા આગામી ૦પ દિવસમાં રપ૦ યુનિટ રકત એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે રકતદાન શિબીરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સંવેદના દિન નિમિત્તે પાટણ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સંવેદનશીલ અભિગમ રાખીને નિરાધાર બાળકોના સ્વાસ્થ્યની કાળજી માટે પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાળકો માટે સમાયાંતરે પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારની શિબીરોનું આયોજન થતું રહેશે.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપિસહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાટણ પોલીસ દ્વારા કોરોના મહામારીમાં છત્રછાયા ગુમાવનાર બાળકો માટે આરોગ્ય તપાસ શિબીરનું આયોજન કરીને સમાજને સહાયરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. જે બદલ જિલ્લા પોલીસ અને તબીબોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપ જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, રેન્જ આઈ.જી. જે.આર.મોથલિયા, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિઘ ગુલાટી, જિૡા વિકાસ અધિકારી રમેશ મેરજા, પોલીસ અધિક્ષક મકવાણા તથા કાર્યક્રમના આયોજક બાબુભાઈ પ્રજાપતિ ઉપિસ્થત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024