પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યા માથાના દુખાવારુપ બની છે. જયાં જુઓ ત્યા ભૂગર્ભ ગટરોનું ગંદુ પાણી જાહેર માર્ગો તથા મહોલ્લા પોળોમાં રેલાઈ રહયું છે. વારંવાર રજુઆતો કરવા છતાં પણ પાલીકાનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈજ સાંભળતું નથી. અધીકારીઓ અને નગરસેવકોની સુચનાઓને ઈજારદારો ઘોળીને પી ગયા હોય તેમ છેલ્લા ૧૦ થી ૧પ દિવસ થવા આવ્યા હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. હજુ સુધી ચોમાસાનો વરસાદ મનમુકીને વરસ્યો નથી. તેમ છતાં શહેરના કેટલાય વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાઈ રહયા છે.
ત્યારે આ વિસ્તારોમાં માથું ફાટી જાય તેવી અસહય દુર્ગંધ મારતાં ગટરોના ગંદા પાણી આજે પણ જાહેર માર્ગો, મહોલ્લા પોળો અને સોસાયટીઓમાં ખાબોચીયાના રૂપમાં ઉભરાઈ રહયા છે. ત્યારે પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખાના ઈજનેરને અવાર નવાર રજુઆતો કરવામાં આવી રહી છે. ત્યારે ઈજનેર દવારા ભૂગર્ભ ગટરના ઈજારદારોને કડક સુચનાઓ આપી આ સમસ્યાનો નિકાલ લાવવા જણાવાયું હોવા છતાં પણ આજદીન સુધી ગટરોના ગંદા પાણી ઉભરાવવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.
ત્યારે પાટણ શહેરના પ્રથમ ગરનાળાથી જીલ્લા અદાલત, એસ.પી. ઓફીસ, શ્રમજીવી વિસ્તારની ગટરો, કર્મભુમી સોસાયટી, ત્રિભોવન પાર્ક, ખાલકપુરા સહીત શહેરના અનેક વિસ્તારો ગંદા પાણી જળબંબાકાર બની ગયા છે. ત્યારે હાલમાં કોરોના કાળમાં વાયરલ ફીવરના રોગો વધી રહયા છે. ત્યારે અસહય દુર્ગંધ મારતા પાણી જાહેર માર્ગો પર રેલાતા મચ્છર જન્ય રોગો ફેલાવવાની પણ આ વિસ્તારના રહીશોમાં ભીતી સેવાઈ રહી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ઝાડા, ઉલ્ટી સહીતના કેશોમાં ધરખમ વધારો થઈ રહયો છે.
ત્યારે પાલીકા તંત્રને ઘોર નિંદ્રામાંથી જગાડવા માટે જીલ્લા વહીવટી તંત્રએ કડક હાથે કામ લેવા લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે નગરસેવક ડો.નરેશ દવેએ વરસાદી પાણી સાથે ભૂગર્ભના ગંદા પાણી જયાં પણ ભરાયા હોય તેનું નિરાકરણ પાલીકા તંત્ર દવારા સત્વરે લાવવામાં આવે તો શહેરીજનોનું આરોગ્ય જોખમાય નહી, અને જો વરસાદી પાણી સાથે ભૂગર્ભના ગંદા પાણી ભળી જશે તો કોરોના કરતા પણ વધુ ગંભીર બીમારી પાટણ શહેરમાં વકરવાની દહેશત વ્યકત કરી હતી.
અને હાલ વાદળછાયું વાતાવરણ હોવાથી વરસાદી પાણી ભરાઈ રહેતી જગ્યા પર પાલીકા દવારા જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાતો નથી. પરંતુ ઉઘાડ નિકળે ત્યારે આવી જગ્યાઓ ઉપર દવાઓનો છંટકાવ કરવા માંગ કરી હતી. અને વધુમાં તાલીમાથર્ીતરીકે મુકાયેલા વોર્ડ ઈન્સપેકટરોને વોર્ડની જવાબદારી આપી દેવાતાં તેઓ વોર્ડની સાફ સફાઈ કરાવવામાં અસર્મથ રહેતાં આજે શહેર ગંદકીથી ખદબદી રહયા હોવાના પણ આક્ષોપો કરી પાલીકા દવારા સુદ્રઢ અને પારદર્શક વહીવટ કરી શહેરીજનોને પ્રાથમીક સુવીધાઓ આપવામાં પાલીકા અગ્રીમતા આપે તેવી પણ માંગ કરી હતી.