હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણ ખાતે આજરોજ પાટણ જિલ્લા એન એસ યુ આઈ અને પીજીડી એમ.એલ.ટી ના વિદ્યાર્થીઆેએ પરીક્ષા આેનલાઈન લેવામાં આવે તેવી માંગ સાથે યુનિવિર્સટીના કુલપતિ ડો.જે.જે. વોરાને મૌખિક રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીઆેએ જણાવ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસ કાર્ય કરવામાં આવ્યું ના હોઈ જેથી કરીને વિદ્યાર્થીઆેની પરીક્ષા આેનલાઈન લેવામાં આવે તેવી માંગ સાથે ૬ જેટલા સેન્ટરના વિદ્યાર્થીઆેએ એન.એસ.યુ.આઇને સાથે રાખીને કુલપતિને રજૂઆત કરી હતી.
આ બાબતે પાટણ જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ દાદુજી ઠાકોરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઆેની પરીક્ષા આેનલાઈન લેવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઆે કરી રહ્યા છે. કુલપતિ દ્વારા ગુરુવાર સુધીમાં હકારાત્મક નિર્ણય લેવા બાંહેધરી આપવામાં આવી છે.
વિદ્યાર્થીઆેના હિતમાં નિર્ણય લેવામાં નહી આવે તો એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઆેને સાથે રાખીને શુક્રવારથી યુનિવિર્સટીના વહીવટી ભવન આગળ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.