હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ ખાતે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમા અભ્યાસ કરતા વિધાર્થીઓ ની ગુરૂવારના રોજ થી હોસ્પિટલ મેનેજમેન્ટ પ્રોગ્રામની સેમ-ર ની ઓફ લાઈન પરીક્ષાઓ શાંતિ પૂર્ણ માહોલમાં શરૂ થવા પામી છે. તારીખ ૧ર ઓગસ્ટના રોજ પ્રથમ દિવસે માર્કેટિંગ હોસ્પિટલ સર્વીસ નું પેપર લેવામાં આવ્યું હતું.
ત્યારબાદ તા.૧૩ ઓગસ્ટના રોજ ફાઈનાન્સીયલ મેનેજમેન્ટ હોસ્પિટલ, ૧૪ ઓગસ્ટના રોજ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઈન હોસ્પિટલ, ૧૭ ઓગસ્ટના રોજ સ્ટેટેસ્ટિ ક હોસ્પિટલ મેનેજમેન્ટ, ૧૮ ઓગસ્ટના રોજ પરચેઝ મેનેજમેન્ટ એન્ડ ઈન્વેન્ટરી કંન્ટ્રોલ, ર૦ ઓગસ્ટના રોજ રિસર્ચ મેથડ, ર૧ ઓગસ્ટના રોજ ક્વોલિટી મેનેજમેન્ટ એક્રેડિટેશન અને ર૩ ઓગસ્ટના રોજ હેલ્થ લો નું પેપર લેવામાં આવશે.
આ સાથે લેવામાં આવી રહેલી ઓફ લાઈન પરીક્ષા સરકાર ની કોરોના ગાઈડ લાઈન મુજબ અને દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા ની નિગરાની હેઠળ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આપી રહ્યા હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના ડીન ડો.કે.કે. પટેલે જણાવ્યું હતું.