પાટણ જિલ્લા અદાલત ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ડીસ્ટ્રીકટ જજ ડી.એ. હિંગુ દવારા ૭પમા સ્વાતંત્ર પર્વને અનુલક્ષાીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાર વકીલ મંડળ દવારા રાષ્ટ્રગાન સાથે દેશના દુલારા તિરંગાને સલામી આપવામાં આવી હતી. તો આ પ્રસંગે જિલ્લા અદાલત ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બાળ કલાકારો દવારા દેશભકિતના ગીતો થકી ઉપસ્થિત મહાનુભાવો સહિત વકીલોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.