મહેસાણા સબજેલ માં દારૂ પીવા ના કેસ માં કોર્ટ વોરંટ થી પકડવા માં આવેલા આરોપી નું મહેસાણા સિવિલમાં મોત નિપજતા વિવાદ સર્જાયો હતો. રાકેશજી સમતાજી ઠાકોર નામ નો ઈસમ દારૂ પીવાના કેસ માં મહેસાણા કોર્ટ માં હાજર રહેતો નહોતો,,આથી મહેસાણા કોર્ટે દારૂ પીવા માં ગૈર હાજર રહેતા રાકેશજી ઠાકોર નું વોરંટ કાઢતા પોલીસે ઝડપી પાડ્યો હતો..
જોકે ૪ દિવસ થી સબજેલ ના બંધ આરોપી રાકેશજી ઠાકોર ની તબિયત લથડતા સિવિલ માં સારવાર અર્થખસેડાયો હતો..પરંતુ મહેસાણા સિવિલ માં સારવાર દરમ્યાન મોત નિપજતા પરીવારજનો એ મોત સામે સવાલ ઉઠાવતા આક્રોશ ફેલાયો છે અને મૃતદેહ નહીં લેવાના ઇનકાર સાથે ન્યાય ની માંગ કરી છે.
