પાટણની સંગીત ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી દ્વારા તા.૧પ મી ઓગસ્ટના રોજ આઝાદીનાં ૭પ વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં યુનિવર્સીટીના રંગ ભવન હોલ ખાતે દેશભક્તિ ગીતોનો રંગારંગ કાર્યક્રમ ઇન્ડિયન આર્મીના સુબેદાર મેજર નેકરામના મુખ્ય મહેમાન પદે યોજવામાં આવ્યો હતો.

નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી દ્વારા આયોજિત દેશભક્તિ ગીતો ના આ કાર્યક્રમમાં પાટણના ખ્યાતનામ કલાકારો ગોરલ ત્રિવેદી, જ્યોતિન વ્યાસ, ઝરણા વ્યાસ અને શિખા નાયક સહિત નિરવ ગાંધી મ્યુઝીક એકેડમી નાં ડાયરેકટર નિરવ ગાંધી દ્વારા દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિત શ્રોતા ગણ ને દેશભક્તિના રંગે રંગ્યા હતા.

આઝાદીનાં ૭પ વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજીત કરાયેલા આ કાર્યક્રમમાં ઇન્ડિયન આર્મી ના સુબેદાર તારાસિગ, હવાલદાર શૈલેન્દ્રસિંહ, હવાલદાર અવતાર સિંગ, પ્રજાપતિ વિજય જયંતીભાઈ સહિત પાટણ શહેરના અગ્રણી નાગરિકો સહિત સંગીત કલા નગરી પાટણનાં સંગીત પ્રેમીઓએ ઉપસ્થિત રહી દેશભક્તિના ગીતો ને માણી નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે આયોજિત કરાયેલા આ આયોજનને બિરદાવ્યું હતું.

આઝાદીનાં ૭પ વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજીત કરાયેલા નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી પાટણ દ્વારા દેશભક્તિ ગીતો ના રંગારંગ કાર્યક્રમનાં સૌજન્ય તરીકે શ્રી ભક્તિ ચેરીટેબલ ફાઉન્ડેશન ઇન્ડિયા નાં બબીતા દિપક જોષી (યુકે) નો સહિયોગ સાંપડ્યો હતો.

આ દેશભક્તિના કાર્યક્રમની સાથે સાથે નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી દ્વારા કોરોના ના કપરા સમયે લોક સેવા કરનાર લોકસેવકો નું તેમજ પાટણના કલાકારો અને પ્રતિષીઠત આગેવાનોને સાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન યશપાલ સ્વામી, પાર્થીવ જોશી, આસુતોષ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024