શ્રાવણ મહિનામાં રામાપીરના દર્શનાર્થ અનેક સંઘો ગુજરાતભરમાંથી પ્રયાણ કરતા હોય છે ત્યારે રામદેવ પીરનું મહાત્મ્ય વધારે હોવાથી કેટલાક પરિવારજનો આસ્થા અને ભકિત સાથે પોતાના નિવાસસ્થાને રામાપીરનો પાઠ બેસાડી ભજન કિર્તનનું પણ આયોજન કરતા હોય છે
ત્યારે સિધ્ધપુર તાલુકાના કાયણ ગામે રામાપીરનો પાઠ કરી ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે રામાપીરની આરતી ઉતારવામાં આવતાં મોટીસંખ્યામાં ભાવિક ભકતોએ આરતીના દર્શનનો અનેરો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.