પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું સવિશેષ મહત્વ રહેલું છે.આ દિવસે વિવિધ શિવાલયો જય ભોલેના નાદ સાથે ગુંજી ઉઠે છે.ત્યારે શ્રાવણ મહીનાના ત્રીજા સોમવારે પાટણ શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ દર્શનાર્થ ઉમટી હતી.ત્યારે શહેરના સિદ્ઘનાથ મહાદેવ મંદિર ખાતે સાયકાલની વૈદિક મહાપૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતા.અને આ સાયકાલ વૈદિક પૂજા અને આરતીનો લાભ લીધો હતો અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનોએ દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
