પાટણ જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભાની બેઠક મંગળવારના રોજ જિલ્લા પંચાયતનાં સ્વણિમ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં મહત્વના એવા ૧પમાં નાણાપંચના કામોના આયોજન બાબતે કામોની પ સંદગી અને સરકારની હાલની ગાઇડલાઇન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયે જિલ્લાના વિકાસ કામોનું આયોજન ઝડપથી થાય તે માટે સરકારે નકકી કરેલી સમય મર્યાદામાં કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા પંચાયત ખાતે ઉપલબ્ધ કેન્ટીન છેૡા કેટલાય સમયથી બંધ હોય તેને પુન:ચાલુ કરવા અને આ કેન્ટીનનું સંચાલન જિલ્લા પંચાયત વર્ગ -૩ના કર્મચારી મંડળને સોંપવા ઠરાવ કરી મહતવનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લા પંચાયતની જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની એક જ કેમ્પસમાં ચાલતી કુમાર કન્યા શાળાઓને મર્જ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ સિવાય જિલ્લા પંચાયતના સામાન્ય તમામ પ્રકારના કામો પર નિર્ણય લેવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયતની મળેલી આ સામાન્ય સભાની શરૂઆતમાં વિપક્ષના નેતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ મોટા ભાગના તૈયારીઓ વીના જ સામાન્ય સભામાં આવતાં હોય છે જેનાં કારણે કોઈ પણ સમસ્યાને પ્રજા સમક્ષ લઈ જવામાં તકલીફો ઉભી થતી હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો સાથે સાથે શિક્ષણ અને આરોગ્યની બાબતે તેઓએ શાશક પક્ષને આડેહાથ લીધા હતા.
સામાજિક ન્યાય સમિતિ ને રૂ.૧પ લાખ ફાળવવાના મુદ્દાને તેમજ ૧પમાં નાણાં પંચની રૂ ૮ કરોડની ગ્રાન્ટ બાબતે તમામ સભ્યોની સહમતિથી વિકાસનાં કામો મુકવા અને પાટણ જિલ્લામાં આવેલી જૈવિક કમિટીનાં કામ માટે બનાવામાં આવનાર કમિટી બાબતે પચાયતમાં ઠરાવ ન હોવાનું જણાવી કુલ ત્રણ કામોને વિપક્ષ દ્વારા મુલત્વી રાખવા જણાવતાં ઉપરોક્ત ત્રણેય કામો મુલત્વી રાખવાની ફરજ પડી હતી.
આ બેઠકમાં વિપક્ષના સભ્યો દ્વારા ગુજરાત પંચાયત ધારાની બુક ની માંગ કરતાં શાસક પક્ષનાં સભ્યોએ આ મુદ્દાને ઉડાવી દીધો હતો. જિલ્લા પંચાયતની મળેલી આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા , નાયબ જિ.વિ.અધી.રીટાબેન પંડ્યા સહિતના અધીકારી, કમચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પંચાયતની સામાન્ય સભા મંગળવારે મળી હતી જેમાં જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની ર૭ ટકા જેટલી ઘટ છે. ૩૪૭ જગ્યાઓમાંથી માત્ર ર૭પ જેટલી જગ્યાઓ ભરાયેલી છે બાકીની ૭ર જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પર તલાટીઓને તેમના મુખ્ય સેજાથી દૂરદૂરના ગામોમાં ચાર્જ અપાતો હોવાથી લોકોના કામો થતાં નથી જેને કારણે તલાટીઓને તેમના મુખ્ય સેજાથી પ કિલોમીટર સુધીના અંતરમાં ચાર્જ આપવા માટે વિરોધ પક્ષના નેતાએે માંગણી કરી હતી.
ગામડાઓમાં ગટર લાઈનોની સફાઈ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ જિલ્લા પંચાયતને છેલ્લા એક વર્ષથી આપેલું જેટિંગ મશીન ઉપયોગ વગર ધૂળ ખાઈ રહ્યું છે તે અંગે પસ્તાળ પાડી હતી. જિલ્લા પંચાયતમાં રુદ્ર એજન્સીએ ૪ર ડ્રાઇવરોના પીપીએફ ના પૌસા પરત આપ્યા નથી અને પગાર પણ સમયસર કરતી ન હોવાથી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા વિરોધ પક્ષે માગ કરી હતી. તેમણે સામાજિક ન્યાય નીધિમાં વધારે રૂ.૧પ લાખની જોગવાઈ કરવા માટે મુદ્દો રજૂ કર્યો હતો પરંતુ તેમાં કયા કામો કરવાના છે અને તેનાથી લોકોને શું ફાયદો થવાનો છે તે નક્કી કર્યો બાદ જોગવાઈ કરવા વિપક્ષે જણાવતાં મુદ્દો મુલત્વી રાખવો પડ્યો હતો.
આ ઉપરાંત સાત સભ્યોની જૈવિક વિવિધતા વ્યવસ્થાપન સમિતિ રચના નીતિ નિયમો વિરુદ્ઘની થશે તેવી વિપક્ષે ચીમકી આપતા માર્ગદર્શન મળ્યા બાદ સમિતિ રચવાનું નક્કી કયું હતું.