હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સંલગ્ન શ્રી ત્રિકમજી ચતવાણી એન્ડ જે.વી.ગોકળ કોમર્સ કોલેજ રાધનપુરના વિદ્યાર્થીઓએ યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલ ઓનલાઈન પરીક્ષામાં એમ.એ સેમેસ્ટર-૪ સી.સી ૪૦ર સમાજ શાસ્ત્રના પેપરમાં ર૧જેટલા વિદ્યાર્થીઓનું પરિણામમાં ભારે વિસંગતતા આવતા આજરોજ આ તમામ વિદ્યાર્થીઓએ પાટણ યુનિવર્સીટીના પરીક્ષા નિયામક મિતુલ દેલીયાને આવેદનપત્ર આપી આ વિસંગતતા બાબતે ઉગ્ર રજુઆત કરી હતી.

તો આ બાબતે વિદ્યાર્થીએ પ્રતિક્રિયા આપી હતી કે અન્ય વિષયમાં ૬૦ કરતા પણ વધારે માક્ર્સ છે. પરંતુ સમાજ શાસ્ત્ર વિષયમાં માત્ર ર૦ માક્ર્સ છે.આ જરૂર ટેકનિકલ ભૂલ થઈ હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.તો આ બાબતે પરીક્ષા નિયામકે વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવા અને આ બાબતે યોગ્ય તપાસ કરવા બાંહેધરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024