રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા દવારા ગતરોજ જાણે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હોય તેમ પાટણના સિંધવાઈ મંદિર સંકુલમાં શૈક્ષિક મહાસંઘના જિલ્લા અને તાલુકાના હોદેદારો અને સભ્યોએ ભેગા થઈને રાજય સરકાર દવારા આયોજીત શિક્ષક સજજતા સર્વેક્ષણ કસોટીનો બહિષ્કાર કરી પાટણ જિલ્લાના ૮પ ટકા જેટલા શિક્ષકો આ પરીક્ષાથી દુર રહેવા બદલ શિક્ષકોના વિજયરુપે મહાસંઘના પ્રમુખ ભિખાભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ૮૦ થી ૮પ ટકા શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બહિષ્કારના એલાન સાથે જોડાયા હતા જેથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો વિજય નથી પરંતુ શિક્ષકોનો વિજય થયો હોવાનું જણાવી શિક્ષકોના કહેવાતા આગેવાનોને આજે શિક્ષક સજજતા સર્વેક્ષણની પરીક્ષા બાબતે જવાબ આપવો પણ ભારે પડી રહયો હોવાનું જણાવી તેઓના રાજીનામા ધરી રહયા હોવાનું પણ જણાવ્યું હતું.