મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી, પાટણના સંયુક્ત ઉપક્રમે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-ર૦૧૩ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના રંગભવન ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

સેમિનારમાં ઉપસ્થિત યુયુનિવર્સીટીના સેનેટ મેમ્બર અને લો પ્રોફેસર અવની આલ દ્વારા કામકાજના સ્થળોએ મહિલાઓ કેવા કિસ્સાઓમાં જાતિય સતામણીનો ભોગ બને છે, આવા સમયે શું સાવચેતી રાખવી જોઈએ, તેનાથી બચવા માટે શું કરવું જોઈએ સહિતની બાબતો પર સરળ ભાષામાં વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. સાથે જ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એમ.આર. ઠક્કરદ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-ર૦૧૩ મુજબના કાયકાદીય પાસાઓની સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે વ્હાલી દિકરી યોજના અનેવિધવા સહાય યોજનાના લાભાર્થીઓને હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત બેબી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024