હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ અને યુનિવર્સીટીના ઈંગ્લીશ ડિપાર્ટમેન્ટના ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સીટીના કન્વેનશન હોલમાં ગણ્યા ગાંઠયા છાત્રોની ઉપસ્થિતમાં યોજાયેલ. આ કાર્યક્રમ અંતર્ગત જવાહરલાલ નેહરુ યુનિવર્સીટી નવી દિલ્હીના પૂર્વ ઉપકુલપતિ પ્રોફેસર કપિલ કપૂર અને જે.એન.યુ.ના ડીપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લીશના પ્રોફેસર ડો. ધનંજય સિંઘ દ્વારા અનુક્રમે ભારતની આઝાદીની ઉજવણી અને સ્વાતંત્રનું રક્ષણ, જતન વિષય પર તેમજ અરવિંદની કવિતાઓમાં ફિલોસોફી અને રાષ્ટ્રીયતા વિષય ઉપર બંને મહાનુભાવોએ ઓનલાઇન સુંદર માહિતી અને માર્ગદર્શન રજૂ કર્યુ હતું.
કાર્યક્રમના પ્રારંભમાં યુનિવર્સીટીના અંગ્રેજી વિભાગના વડા પ્રો.ડો. આદેશ પાલે કાર્યક્રમનો ઉદ્દેશ રજૂ કર્યો હતો અને પ્રોફેસર કપિલ કપૂર અને ડો. ધનંજય સિંઘનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત યુનિવર્સીટીના કુલપતિ પ્રો.ડો. જાબાલિ વોરાએ દેશની આઝાદીના ૭પ વર્ષના અમૃત મહોત્સવની ઉજવણીનો અવસર અને આઝાદી વખતે દેશના નાગરિકોમાં જોવા મળતા ઉમંગ ઉત્સાહ બાબતે ઉલ્લેખ કરીને જનરલ ડાયરે જલિયાવાલા બાગમાં કરેલ હત્યા કાંડની જેમજ બિ્રટિશ આર્મીએ સાબરકાંઠા જિલ્લામાં અનેક આદિવાસીઓ અને ખેડૂતોની હત્યા કરી હતી, આવા આઝાદીની ચળવળમાં ખપી જનારા અનેક શહીદવીરોના નામ ભૂલી જવાયા હોવાનું તેમજ આપણા પુસ્તકો કે અભ્યાસક્રમમાં પણ તેનો ઉલ્લેખ નહીં હોવાનું જણાવ્યું હતું.
કુલપતિએ આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરીને દેશમાં નિર્મિત વિવિધ વસ્તુઓનો વધુને વધુ ઉપયોગ કરી દેશને વધુ મજબૂત બનાવવા હિમાયત કરી હતી.