પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટીપીંપળી ગામના સગરામભાઇ રબારી ધરતીપુત્ર આ વિસ્તારની અંદર પ્રથમ મગફળીની ખેતી કરીને બીજા લોકોને પ્રેરણા આપી આ વિસ્તારની અંદર મગફળીની સફળ ખેતી થઈ શકે છે તેને લઈને મોટીપીંપળી ગામના અને આજુબાજુના ખેડૂતો મગફળી જોવા માટે ખેતીની પદ્ઘતિ જોવા માટે સગરામભાઇ ના ખેતરે રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે
અને મગફળી વાવવા માટે તેમને જે પદ્ઘતિથી પછાત વિસ્તાર ની અંદર સોનામાં સુગંધ ભળે તેવી મગફળીનું વાવેતર કરી સરસ મજાની મગફળીનો ઉગારો નીકળ્યો છે મગફળીની ખેતીમાં સારી કમાણી થશે તેવી આશા બાંધી રહ્યા છે. આ ખેડૂતની પ્રેરણા લઇ બીજા ખેડૂતો પણ મગફળી વાવવાનું વિચારી રહ્યા છે.
આ વિસ્તારની અંદર અન્ય પાકોનું વાવેતર થાય છે પરંતુ મગફળીનું વાવેતર કોઈ ખેડૂતે કરેલ હોય તેને લઈને મોટી પીંપળી ગામના ખેડૂતે મગફળી વાવવાનું પહેલ કરતાં બીજા ખેડૂતો મગફળી વાવવા માટે તૈયારી બતાવી રહ્યા છે અને સારી કમાણી કરવા માટે આ ખેડૂતે સગરામભાઇ રબારી ના ખેતરે પહોંચી મગફળીની વાવેતર નિરીક્ષણ કરી મગફળી વાવવા માટે પ્રેરણા લઇ રહ્યા છે.