પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા પિ્ર-મોન્સુન પ્લાનની પોલ ખુલી જવા પામી છે જેને લઈ પાટણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકો અને રાહદારીઓને ખૂબજ હાલાકીઓ ભોગવવી પડી રહી છે
ત્યારે પાટણ શહેરના કોલેજ રોડ નીચે બનાવવામાં આવેલા અંડરગ્રાઉન્ડ બિ્રજમાં નાના સરખા વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતાં અને આ વરસાદી પાણી જવાનો કોઈ જ નિકાલ ન હોવાથી દિવસો સુધી આ બિ્રજ બંધ થઈ જતો હોય છે ત્યારે
તાજેતરમાં જ પડેલા વરસાદને પગલે કોલેજ પાસે બનાવવામાં આવેલો અંડરબિ્રજ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જવા પામ્યો હતો અને આ વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન હોવાને કારણે મોટર દ્વારા વરસાદી પાણી ખેંચીને અંડરબિ્રજમાંથી પાણી ઉલેચવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાનુું કેમેરામાં કંડારાયું હતું.