પાસ નેતા હાર્દિક પટેલ અને તેની નાનપણની મિત્ર કિંજલ પરીખે પ્રભૂતામાં પગલા પાડ્યા હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મૂળી તાલુકાના દિગસર ગામે વહેલી સવારથી જ હાર્દિકના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. વર અને કન્યા પક્ષના પરિવારજનો પરોઢીયે જ દિગસર ગામ પહોંચી ગયા હતા. મહત્વપૂર્ણ છે કે, હાર્દિક પટેલના લગ્ન ખૂબ જ સાદાઈથી થયા હતાં. જેમાં નજીકના પરિવારજનોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતાં.