સિદ્ધપુર કાકોશી ચોકડી પાસે તેલનું ટેન્કર ચંડીસરથી તેલ ભરી અમદાવાદ જતું હતુ. તે દરમ્યાન રાત્રે અંદાજે સાડા અગિયાર વાગ્યે સિદ્ધપુર કાકોશી ચોકડીથી પસાર થતાં અગમ્ય કારણોસર ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા તેલ ભરેલુ ટેન્કર પલટી મારતા રોડ પર તેલની નદી વહેવા લાગી હતી.

તે સમયે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ ટેન્કરના માલિકને જાણ થતા તે તાત્કાલિક સિદ્ધપુર આવી પહોંચતા ટેન્કરને સાઈડમાં કરાતા ટ્રાફિક હળવો થયો હતો.

આ અકસ્માતમાં કોઈપણ જાનહાની થવા પામી નથી ટેન્કર પલટી મારતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તેલના કેરબા ભરી ભરી લોકો ઘર તરફ લઇ ગયા હતા.