દેદિયાસણ જીઆઇડીસી માં આવેલ આત્મારામ કાકા ફિજીઓ થેરાપી સેન્ટર માં સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પી.એલ.પી. ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક શ્રદ્ઘાંજલી અન્વયે કાર્યક્રમનું આયોજન થયું હતું, આ પ્રસંગે મોઢેરા તપોવન આશ્રમ ના પૂજ્ય અવધકિશોર બાપુ, લોકસભા સાંસદ શારદા બેન પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી રજની પટેલ, અર્બન બેન્કના જીકે પટેલ, સહિત મહેસાણાના વરિષ્ઠ મહાનુભાવો ની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટય બાદ કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી.
આંખના દર્દીઓને ચશ્મા, મોતિયા ના ઓપરેશનમાં મફત સારવાર સહિત અબોલ પ્રાણીઓને ઘાસચારો અને ગરીબ પરિવારો ના ઘેર જઈને સાડી વિતરણ, પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ને ચીકી અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ આપી સમાજ ને સેવા પૂરી પાડી રહી છે,
ત્યારે કહી શકાય કે,ખોડિયાર ગ્રુપ દ્વારા ફાઉન્ડેશન ના આ કાર્યક્રમ ને પૂરી સફળતા મળી રહી છે.