તાલિબાનનું વધુ એક તાનાશાહી ફરમાન,વિરોધ કરતા પહેલા લેવી પડશે મંજૂરી
20 વર્ષ બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર ફરી કબજો કરી લીધો છે અને 8 સપ્ટેમ્બરે તાલિબાને અફઘાનમાં વચગાળાની સરકાર બનાવી. સરકારની રચના થતાં જ તાલિબાનનું તાનાશાહી વલણ સામે આવવાનું શરૂ થયું છે.
અફઘાનિસ્તાનમાં વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કોઈપણ પ્રકારના વિરોધ માટે સરકારની મંજૂરી લેવી પડશે. કામગીરીની વિગતો સંબંધિત મંત્રાલયને આપવાની રહેશે.