આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નિમિતે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ઘિ વિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ ૧૧૦ વર્ષ પુરાણુ મંદિર છે. જ્યાં ગાયકવાડ દર્શન કરવા આવતા હતા જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા. જેઓએ ગાર્ડ ઓફ ઓનર ની શરૂઆત કરી હતી. અને આ પ્રથા આજે પણ દર વર્ષની જેમ જાળવી રાખીને મહેસાણા પોલીસ દ્વારા ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અચૂકપણે આપવામાં આવે છે.
દર વર્ષે ૬ દિવસ ગણેશોત્સવ ધામ ધૂમથી ઉજવાય છે. દર વર્ષે મહાકાય મૂર્તિ લવાય છે જેની જગ્યાએ આ વર્ષે માટીની નાની પ્રતિમા લાવીને મંદિરમાં જ તેનું પૂજન કરવામાં આવ્યું હતું. તો બાકીના યજ્ઞ અને પુજા સીમિત વ્યક્તિઓની હાજરીમાં કરવામાં આવ્યા હતા.