મહેસાણા જિલ્લા તલાટી મંડળની પડતર માંગણીઓને લઈને ફરી એકવખત રાજય તલાટી મંડળ દવારા આંદોલન શરુ કરવામાં આવ્યૂ છે. રાજય તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદીની આગેવાનીમાં આજે મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેકટર અને ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
તો આજથી તમામ તલાટીઓ તાલુકા સ્તરે માહિતીની આપ-લે માટે બનાવેલા વોટસએપ ગૃ્રપમાંથી રીમુવ થઈ ગયા છે. તો આગામી ર૦મી સપ્ટેમ્બરના રોજ તલાટીઓ કાળી પટટી ધારણ કરીને પોતાનો વિરોધ પ્રદર્શન કરશે. તો આગામી ર૭મી સપ્ટેમ્બરના રોજ પેન ડાઉનનો કાર્યક્રમ આપી કામકાજથી પણ અળગા રહી પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.
તો આગામી ૧ ઓકટોમ્બરથી રાજયના તમામ તલાટીઓ જો પોતાની પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો તમામ સરકારી કાર્યક્રમોનો પણ બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી રહયા છે.