ઐતિહાસિક નગરી પાટણમાં ગૌ માતા પર અવાર નવાર ઐસિડ નાંખવાના બનાવો શહેરના જુદા જુદા વિસ્તારોમાં બનતા હોવાનું પ્રકાશમાં આવી રહયું છે.
ત્યારે ગૌ માતાના શરીરમાં ૩૩ કોટી દેવી દેવતાઓનો વાસ રહેલો હોવાનું હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે અને ગૌમાતા હરતા ફરતા મંદિર સમાન હોવા છતાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા ગૌમાતા પર હિચકારા હૂમલા સહિત એસિડ ફેંકવા જેવા ઘૂ્રણ કૃત્યો કરી સમસ્ત માનવજાતને શરમમાં મૂકી રહયા છે ત્યારે પાટણ શહેરમાં રાત્રીના સમયે એક ગૌમાતા એસિડ ફેંકેલી અવસ્થામાં શહેરના જાહેરમાર્ગ પર ફરતી જોવા મળતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પણ જોવા મળી હતી.
ત્યારે આવા અસામાજીક તત્વોને વહીવટી તંત્રદ્વારા પકડી તેઓની સામે શિક્ષાાત્મક પગલા ભરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓમાં લોકમાંગ ઉઠવા પામી છે.