પાટણ શહેરના ગોળશેરી વિસ્તારમાં આવેલા કોકાના પાડામાં સમી સાંજે એકલા રહેતાં વૃધ્ધના ઘરમાં ઘુસીને ચાર જેટલા લુંટારા ઈસમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી પ૧ હજાર રોકડ સહિત મોબાઈલની લુંટ ચલાવી પલાયન થઈ જતાં તેઓની સામે એ ડિવીઝન પોલીસ મથક ખાતે પ્રકાશભાઈ શાહે લુંટની ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે સમી સાંજે એકલા ઘરમાં રહેલા વૃધ્ધને જાનથી મારી નાંખવાની ધમકી આપી અજાણ્યા ઈસમોએ લુંટ ચલાવતાં સમગ્ર શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો ત્યારે પંચાસરા ખાતે આવેલ પાટણ પાંજરાપોળના ગેટ પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ ચારેય લુંટારાઓ કેદ થઈ જવા પામ્યા હતા ત્યારે પોલીસે આ સીસીટીવી કેમેરાના ફુટેજ આધારે ચારેય લુંટારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં હતા.

ત્યારે ગતરોજ પાટણ પોલીસે કોકાના પાડાની લુંટનો ભેદ ઉકેલ્યો હતો અને પાટણ પોલીસે ત્રણ આરોપીઓ પર અલગ અલગ આઠથી વધુ ગુનાઓ નોંધાયા હોવાનું જણાવી પોલીસે આરોપીઓ પાસેથી ૪૧ હજાર રોકડ અને એક મોબાઈલ રીકવર કર્યો હોવાનું આજરોજ બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષાયરાજ મકવાણાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024