પાટણ-ભીલડી અને પાટણ મહેસાણા વચ્ચેની ૯૧ કિમી.ની રેલવે લાઈન પર અલગ અલગ ભાગોમાં અલગ અલગ રીતે ઈલેકટ્રીફિકેશનનું કામ ઝડપભેર અને પુરજોશમાં ચાલી રહ્યુ છે.

અત્યારે પાટણના રેલ્વે સ્ટેશન ખાતે આવેલા થાંભલાઓ પર રેલવે વિભાગનાં એન્જીનીચરો અને ઈલેકટ્રીક નિષ્ણાંતો ખાસ ટ્રેન અને બાવન કે.જી.ના તાંબાના વાયરો સાથે આવ્યા છે અને તેઓ રાત દિવસ અહી કામ કરીને ઝડપથી આખી લાઈનનું વિદ્યુતિકરણ કરીને પાટણ પરથી ઈલેકટ્રીક લાઈનો દોડતી થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

આ વિધુતિકરણની કામગીરી પૂર્ણ થતાં જ બે ત્રણ માસમાં નિયમિતરૂપે ટ્રેનો દોડતી થશે તે પછી ગાડીની સ્પીડ પણ વધશે તથા આનાં લીધે પાટણથી પસાર થતી લાંબા રૂટની અનેક ટ્રેનો મળવાની સંભાવનાઓ પણ વ્યકત કરાઈ રહી છે.

તો મહેસાણાથી પાટણ આવતાં ૩૯ કિલોમીટરની ઈલેકિટ્રકની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું પણ સૂત્રો દવારા જાણવા મળ્યું છે અને આગામી ડિસેમ્બર માસ સુધી આ કામગીરી પૂર્ણ થયા બાદ ૮૦ થી ૯૦ કિલોમીટરની ઝડપે ટ્રેનો શરુ થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024