મંત્રીમંડળની જાહેરાત સાથે બપોરે 1:30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે હવે ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન આવવાના શરૂ થયા છે.
અમદાવાદ એનેક્ષીમાં ભાજપની બંધબારણે મહત્વની બેઠક યોજાયા બાદ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર યાદવ વચ્ચે નવા મંત્રીઓના નામને લઈને છેલ્લી ઘડીનું મંથન કરવામાં આવ્યું હતું
જે બાદ જે ધારાસભ્યો મંત્રી બનવાના છે તેમને ફોન કરવાના શરૂ થઈ ગયા છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત તમામ નેતાઓના નામ ધીમે ધીમે બહાર આવતા ગયા હતા.
નવી સરકારના સંભવિત મંત્રીઓ
- હર્ષ સંઘવી, MLA, મજૂરા
- નરેશ પટેલ, MLA, ગણદેવી
- કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી
- અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ
- કનુ દેસાઇ, MLA, પારડી
- ઋષિકેશ પટેલ,MLA, વિસનગર
- બ્રિજેશ મેરજા, MLA, મોરબી
- કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ
- મુકેશ પટેલ, MLA, ઓલપાડ
- આર.સી મકવાણા, MLA, મહુવા
- જીતુ ચૌધરી, MLA, કપરાડા
- રાઘવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય
- જીતુ વાઘાણી, MLA, ભાવનગર પશ્ચિમ
- મનીષા વકીલ, MLA, વડોદરા શહેર
- દેવાભાઇ માલમ, MLA, કેશોદ
- જગદીશ પંચાલ, MLA, નિકોલ
- ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ
- પ્રદિપ પરમાર, MLA, અસારવા
- નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
- નિમાબેન આચાર્ય, MLA ભુજ
- રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા
- કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
- અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ
પક્ષ તરફથી જે નામ જાહેર કરવામાં તેમાં કોઈને રિપીટ નથી કરવામાં આવ્યા. આથી પહેલાથી જે કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે પાર્ટી નો-રિપીટ થિયરી અપનાવી રહી છે તે સાચી સાબિત થઈ રહી છે.