પાટણ જીલ્લાના તાલુકા, શહેર અને જિલ્લાના કોંગ્રેસના સંયોજકોનો સંવાદ કાર્યક્રમ પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના અધ્યક્ષસ્થાને પાટણ તાલુકાના રૂની ગામ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ઘપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જીલ્લા નિરીક્ષક ગજેન્દ્રસિહ રહેવર, સહિત તાલુકા પ્રમુખો , જીલ્લા અને તાલુકાના હોદ્દેદારો, વિવિધ ફ્રન્ટલોના હોદ્દેદારો અને સંયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
સંયોજક સંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ અને પ્રદેશ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે આવનારી વિધાનસભા ર૦રર ની ચૂંટણીની સતાના ભાગરૂપે જનજન સુધી પહોંચવાના સંકલ્પ સાથે સંયોજકો અને પાર્ટીના આગેવાનો કાર્યકરોને મહત્વનું માર્ગદર્શન કયું હતું. તેમણે સંયોજકોની ભૂમિકા સરળ શૈલીમાં સમજાવી હતી અને નિષ્ઠાથી કામે લાગી જવા અનુરોધ કર્યો હતો .
જગદીશ ઠાકોરે જણાવ્યું કે , આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નવી રણનીતિ અને પ્લાનિંગ સાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, આજે ભાજપના શાસનથી સમાજના તમામ વર્ગ નારાજ જોવા મળી રહ્યો છે. ગરીબો, ખેડૂતો, પછાતવગોં , મહિલાઓ, વેપારીઓ, શિક્ષિત યુવાનો, વિદ્યાર્થીઓ સૌ કોઈમાં સરકાર સામે ભારે અસંતોષ પ્રવત્તિ રહ્યો છે
ત્યારે ભાજપ ચૂંટણી સમયે કિન્નાાખોરી અને નાગાઈ કરીને તેમજ સમાજમાં જાતિ જાતિ વચ્ચે અને કોમ કોમને લડાવી ઝગડાવીને ચૂંટણી માટે મેદાનમાં આવશે અને તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી તે સંદર્ભમાં તેમણે કેટલાક દાખલા ટાંક્યા હતા.