પાટણ જળચોક ઠાકોર સમાજ દવારા ભાદરવા સુદ નોમના દિવસે શ્રી જોગણી માતાજીની ધારવણી કાઢવામાં આવે છે આ ધારવણી જોગણી માતાના મંદિરેથી નીકળી ઢોલ અને ડેકલા સાથે નીકળે છે
આ ધારવણીમાં ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના ભુવાજી માતાજીની સાકળથી રમે છે જોગણી માતાની જયજયકાર કરે છે. ધારવણી નીકળે ત્યારે માતાજીના દોરાનું ખુબજ મહત્વ હોય છે.
અને આ દોરો નાના બાળકોને તથા મોટેરાઓના હાથમાં પહેરવાથી માતાજી તેમની રક્ષા કરતાં હોય છે અને તંદુરસ્ત રાખે છે. માતાજી તેમના ભકતો ઉપર અસીમકૃપા રાખે તે માટે માતાજીની ધારવણી શ્રધ્ધાભેર કાઢવામાં આવી હતી.