વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે સબરીમાલા હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર લિમિટેડ અને એમ.કે. એજયુકેશન સહિત એચ.કે. વોલેન્ટરની બ્લડબેંકના સહયોગથી મહા રકતદાન કેમ્પનું સબરીમાલા હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે મોટીસંખ્યામાં એમ.કે. એજયુકેશનના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફગણે વડાપ્રધાનના જન્મદિનને લઈ ૭૧ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરી જરુરીયાતમંદ અને ગરીબ લોકોને મદદરુપ થવાના પ્રયાસને લઈ અનોખી રીતે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ મહા રકતદાન કેમ્પમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ અને એમ.કે. એજયુકેશનના મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યાં હતા. આ પ્રસંગે મોહનભાઈ પટેલે દેશના વડાપ્રધાનના ૭૧માં જન્મદિનને લઈ જરુરીયાતમંદ અને ગરીબ લોકોને સમયસર બ્લડ મળી રહે તેવા શુભ આશયથી મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
તો એમ.કે. એજયુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઈ પટેલે વડાપ્રધાનના ૭૧માં જન્મદિનને લઈ ગરીબ અને જરુરીયાતમંદોને મદદરુપ થવાના શુભ આશયથી મહા રકતદાન કેમ્પનું સબરીમાલામાં આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી એચ.કે. બ્લડ બેંકના ટ્રસ્ટીઓને પણ આ તમામ બ્લડ ગરીબ લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.