દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિનને લઈ પાટણ શહેર ભાજપ દ્વારા સેવા અને સમર્પણના વિવિધ કાર્યક્રમો યોજી દેશના વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે પાટણ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ગરીબ અને જરુરીયાતમંદ વ્યકિતઓને ફ્રુટનું વિતરણ કરી વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે સારવાર લઈ રહેલા લોકોનું આરોગ્ય ઝડપથી સારુ થાય અને તેઓ નિરોગી બની વહેલી તકે પોતાના નિવાસસ્થાને પરત ફરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.

તો પાટણ શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલા ચતુભુજ બાગમાં વૃક્ષાારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે રાજયકક્ષાાના મંત્રી મંડળમાં સમાવિષ્ટ થયેલા ગજેન્દ્રસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહી ચતુભુજ બાગમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. તો તેઓની સાથે સાથે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, કારોબારી ચેરમેન અરવિંદ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી સહિત મહિલા મોરચા અને ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ ૩૦ જેટલા વિવિધ વૃક્ષારોપણ આ વૃક્ષનું જતન થાય તે માટે પાંજરાઓ પણ મૂકવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કિશોર મહેશ્વરીએ પાટણ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિનને લઈ વિવિધ સેવાકીય કાર્યક્રમો અંગે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.

તો પાટણ શહેરના સુભાષચોક પાસે આવેલ કડવા પાટીદારની વાડી ખાતે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારકતદાન કેમ્પની મુલાકાત મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે લઈ રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024