વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૭૧ માં જન્મદિવસ નિમિતે પાટણ શહેર મહિલા મોર્ચા ના પ્રમુખ હસુમતિબેનના માર્ગદર્શન નીચે મહામંત્રી માનસીબેન ત્રિવેદી દ્વારા પાટણ શહેર ના દવેના પાડા માં વેકિસનેશનનો મેગા ડ્રાઈવ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વોર્ડ નં.૭ના કોપોરેટર પ્રવીણાબેન અને કામિનીબેન પ્રજાપતિ સહિત મધુબેન સેનમા પાટણ જિલ્લા મહિલા મોર્ચા ના મહામંત્રી હેતલ બેન પ્રજાપતિ અને મહિલા કાર્યકતા બહેનો એ હાજરી આપી હતી.
આ પ્રસંગે પાટણ શહેર ભાજપ મહામંત્રી માનસીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વેકિસનેશનનો કાર્યક્રમ સો ટકા પૂર્ણ થવાના આરે છે જેને લઈ ગતરોજ આ વોર્ડના તમામ ઘરોમાં જઈને પ્રથમ વેકિસન ન લીધી હોય તેઓને વેકિસન લઈ પોતાના પરિવાર સહિત સમાજને સુરક્ષિત કરવા સમજાવટ કરવામાં આવી હોવાને લઈ આજરોજ યોજાયેલા મેગા ડ્રાઈવમાં મોટીસંખ્યામાં આ વોર્ડના લોકોએ વેકિસનેશનનો લાભ લીધો હોવાનું જણાવ્યું હતું.
તો શહેર ભાજપ મહિલા મોરચા દવારા કુબેરેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરી ગૌમાતાને ઘાસનું દાન કરી દેશના વડાપ્રધાનના લાંબા આયુષ્ય માટે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું શહેર મહિલા મોરચાના પ્રમુખ હસુમતીબેને જણાવ્યું હતું.
તો વડાપ્રધાનના ૭૧માં જન્મદિનને લઈ પાટણ શહેર મહિલા મોર્ચા દવારા વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહયા હતા. અને આ પ્રભાતફેરી શહેરના ત્રણ દરવાજાથી નિકળી શહેરના જાહેરમાર્ગો પર ફરી શહેરના બગવાડા દરવાજા ખાતે ભજન કિર્તન સાથે સંપન્ન થવા પામી હતી.
તો પાટણ શહેર મહિલા મોર્ચા દવારા વડાપ્રધાનના ૭૧માં જન્મદિનને લઈ વડાપ્રધાનના લાંબા આયુષ્ય માટે ગાયત્રી મંદિર ખાતે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોકત વિધિ વિધાનથી યજ્ઞમાં આહુતિ આપી દેશના વડાપ્રધાનનું આયુષ્ય લાંબુ થાય અને તેઓ સ્વસ્થ તેમજ નિરોગી રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.