પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી અસહય બફારા સાથે ગરમીનું પ્રમાણ વધતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે આજરોજ પણ સવારથી અસહય બાફ સાથે ગરમીનું પ્રમાણ વધવા પામ્યું હતું ત્યારે બપોરના સુમારે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો.

ત્યારે પાટણ શહેરના તમામ જાહેરમાર્ગો પર વહેતી નદી જેવા દૃશ્યો સર્જાયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં તળાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. તો રેલવેના પ્રથમ નાળા, કનાસડા દરવાજા, બુકડી, રાજકાવાડા સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ જવા પામ્યા હતા.

ત્યારે આજરોજ પડેલા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ આહલાદક વાતાવરણનો અહેસાસ કર્યો હતો. તો આજરોજ ગાજવીજ સાથે પડેલા વરસાદમાં પાટણની રાજનગરી સોસાયટી અને પ્રાર્થના ટેનામેન્ટમાં ગોગા મહારાજના લીમડા ઉપર વીજળી પડતાં લીમડાની છાલ બળી જવા પામી હતી. જોકે સદનસીબે આ લીમડા નીચે કોઈપણ ઈસમ વરસાદથી બચવા ઉભેલો ન હોઈ મોટી જાનહાની ટળી હતી.

તો સાંતલપુર અને વારાહી પંથકમાં પણ આજરોજ ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતાં સઅહય ઉકળાટ બાદ શહેરીજનોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો. તો ધોધમાર વરસાદ વરસતાં ગણતરીની મિનીટોમાં જ તમામ માર્ગો પાણીથી ભરાઈ જવા પામ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024