પાટણ શહેરના ઋષીકેસની પોળમાં ઋષી ભગવાનને જીરણા એકાદશીના દિવસે પાલખીયાત્રા નિકળી હતી અને હરીહર મહાદેવ મંદિરની બાજુમાં ભગવાનને જરનાથી (પાણીથી ઝરણા) કરી સ્નાન કરાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી અને દરેક ભકતો માટે પ્રસાદની સગવડ કરી હતી. ત્યારબાદ બપોરે ભગવાનની પાલખીયાત્રા પરત ઋષીકેશની પો ળમાં ભગવાનશ્રીને બિરાજમાન કરવામાં આવ્યા હતા.