સિધ્ધપુર નગરપાલિકાના પાછળના ભાગે આવેલા પાલિકાના કોમ્પ્લેક્ષા ખાતે સિદ્ઘપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પરમી જન્મજયંતિની પ્રતિમાને માલ્યાપ્રણ , પુષ્પાજલી અર્પણ કરી સુતરની આંટી પહેરાવી મહાત્મા ગાંધીની ૧પરમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
તો તેની સાથે સાથે સિધ્ધપુર ખાતે આવેલી ગાંધીબાપુની પ્રતિમાને સિધ્ધપુરના ધારાસભ્યએ નવીન ચશ્મા ખરીદીને પહેરાવી તેઓને શ્રધ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં સિદ્ઘપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઈ માંકનોજિયા, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખ સાકીરાબેન મરેડિયા સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહી પૂ.બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સ્મરણાંજલી અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સિધ્ધપુરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ભારતની આઝાદીમાં જેનો સિંહફાળો રહયો છે તેવા પૂજય મહાત્મા ગાંધી બાપુના વિચારો અને મૂલ્યો આજે વિસરતા જતાં અસહય મોંઘવારી અને ભાવવધારાને લઈ ગરીબ અને મધ્યમવર્ગની પ્રજા પિસાઈ રહી છે
ત્યારે વર્તમાન સરકારને મોંઘવારી અને અસહય વધી રહેલા ભાવોને કાબુમાં લાવી ગાંધીબાપુને સાચી શ્રધ્ધાંજલિ પાઠવવા પણ અપીલ કરી હતી.