What Is Rani Ki Vav – રાણીકી વાવ શું છે?
રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે.(Rani Ki Vav Patan) આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.
History of Rani ki Vav, Patan Gujarat – રાણી કી વાવનો ઇતિહાસ
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢ ના ચુડાસમા વંશના રાજા રા ખેંગાર ના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.
સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં (sarswati) આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
Architecture of Rani Ki Vav, Patan Gujarat – રાણી કી વાવની સ્થાપત્ય
રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે.
Rani ki vav in indian currency 100 rs Note
ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.
Rani ki vav Location – રાની કી વાવ ક્યાં આવેલું છે?
રાણી કી વાવ ભારતના ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે.
Country – India
State – Gujarat
City – Patan
Patan Pin Code – 384265
Rani ki Vav Map
- 200થી વધુ પૂર્વ સાંસદોને બંગલા કરવા પડશે ખાલી, નોટીસ આપવાનું કર્યું શરૂ
- ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- ગાંધીનગર : રાજ્યના HTAT આચાર્યો ઉપવાસ પર ઉતર્યા..
- Vadodara : સાવલીમાં પેલેસ્ટાઇનનો ઝંડો લાગતા વિવાદ, મોહરમ પર્વની ઉજવણીની ઘટના; પોલીસ એક્શનમાં
- તિહાર જેલે કેજરીવાલ મુદ્દે કર્યો મોટો ખુલાસો, “જાણીજોઈને વજન ઘટાડી રહ્યા છે”