પાટણ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે આજરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલાએ આયોજનની ૧૬ લાખની ગ્રાન્ટમાંથી પોતાના વિસ્તારમાં એકતરફી શાસન કરી ખોટી રીતે ગ્રાન્ટ ફાળવી દેવાતાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.
ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય ૧૬ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ પાટણ તાલુકા પંચાયતના પ્રમુખે આયોજનની ૧૬ લાખની ગ્રાન્ટ બોરસણ તાલુકા પંચાયતની પોતાની સીટમાં જ ફાળવી ભાજપ-કોંગ્રેસના સભ્યો સાથે અન્યાય કરાતાં સામાન્ય સભામાં હોબાળો થયો હતો અને વિરોધ પક્ષ દ્વારા આયોજનના ગ્રાન્ટના કાગળોની જાહેરમાં હોળી કરી એકતરફી શાસનના વિરોધમાં પોતાનો વિરોધ પ્રદશિર્ત કર્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સોહન પટેલે જણાવ્યું હતુંકે આયોજનની ૧૬ લાખની ગ્રાન્ટની ફાળવણીમાં સુધારો કરવામાં નહીં આવે અને આગામી સમયમાં જો હવે ફરીથી આવી ભુલો થશે તો તાલુકા પંચાયત ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી પણ પીટીએન ન્યુઝ સમક્ષ ઉચ્ચારી હતી.
તો તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલાને આયોજનની ગ્રાન્ટ ફાળવવા બાબતે પુછતાં તેઓએ પોતાના ભાજપના ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ પ્રમુખ બોરસણ સીટ પરથી ચૂંટાયા હતા તે સીટમાં જ ૧૬ લાખ રુપિયા ફાળવી દેવાતાં ભાજપના જ સભ્યોને અન્યાય કરાતાં તેઓમાં પણ નારાજગી જોવા મળી હતી.