પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અસહય ઉકળાટ સાથે બફારો રહેતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
ત્યારે આજરોજ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં શહેરી વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની ઘટના સામે આવી હતી ત્યારે હાંસાપુરથી ધારપુર રોડ પર વરસાદનું એક જોરદાર ઝાપટુ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
તો શહેરીજનો છેલ્લા કેટલાક દિવસોથી બફારા સાથે પોતાનું જીવન વ્યતિત કરતાં વરસાદના અમી છાંટણા થતાં ખુશનુમા વાતાવરણનું સર્જન થવા પામ્યું હતું.