ભારતીય સેનામાં ૧૭ વર્ષ સુધી માં ભોમની રક્ષા કરી રબારી લીલાભાઈ ગોકુળભાઈ પોતાના માદરે વતન પરત ફરતા સમગ્ર સીયા ગામ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સિયા થી થરા સુધી બાઈક રેલી પણ યોજવામાં આવી હતી.
રબારી લીલા ભાઈ ગોકુળભાઈ ૧૭ વર્ષમાં ભારતીય ભૂમિ ની રક્ષા કરી ચીનની બોર્ડર ઉપર સતત ર૪ કલાક રાત-દિવસ ભારત ભોમની રક્ષા કરી પોતાના માદરે વતન પરત ફરતાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.