નવલા નોરતાના જેમ જેમ દિવસો પસાર થઈ રહયા છે તેમ તેમ નોરતાની રંગત જામી રહી છે અને ખેલૈયાઓ પણ મનમૂકીને માતાજીના ગરબે ઘુમી આરાધના કરી રહયા છે
ત્યારે પાટણ શહેરના કેનાલ રોડ પર આવેલી રાજવંશી સોસાયટી ખાતે પણ સ્થાનિક રહીશો દવારા શેરી ગરબાને પ્રોત્સાહન મળી રહે અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી નવરાત્રીનું આયોજન કરવામાં આવતુ હોય છે
ત્યારે ચાલુસાલે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાતાં ચોથા નોરતે સોસાયટીના રહીશો વિવિધ ટે્રડીશનલ ડ્રેસ સાથે મનમૂકીને ગરબે ઘુમતા જોવા મળ્યા હતા.
તો વિવિધ સ્ટાઈલો સાથે ડીજેના તાલે ખેલૈયાઓ ગરબે ઘુમી મા અંબેની આરાધના કરી હતી.