સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા ખોટા ખોટા દાવાઓ કરી પાટણને સ્વચ્છ રાખવાના પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે સ્વસ્થ પાટણ મિશનમાં અત્યારે મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહયું છે.
ત્યારે રેલવે ગરનાળા વિસ્તાર થી હાઇવે ચાર રસ્તા તરફ જતા ગંદકીના ઢગલા થવા પામ્યા છે જે ગંદકીના ઢગલા ની અંદર ગાય માતા પ્લાસ્ટિક આરોગતા નજરે પડે છે જેના કારણે ગાયને ગંભીર બિમારી થવાનો પ્રશ્ન છે તેમજ રાહદારીઓ પણ આ ગંદકીના લીધે લઘુશંકા કરવા જાહેરમાં ઉભા થઈ જાય છે જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય થવા પામે છે
પાટણ નગરપાલિકા દ્વારા આ ગંદકીના ઢગલા ઉપાડવામાં આવતા નથી જેના કારણે વધુમાં વધુ ગંદકી ફેલાવવા નો પ્રશ્ન છે તેમજ આ ગંદકીના લીધે પાટણમાં ડેન્ગ્યૂ જેવા ગંભીર રોગ એ માથુ ઉચ્ચકયુ છે
ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા તમામ વિસ્તારોમાં ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવો જોઈએ તેમજ ભૂગર્ભ ના ઉભરાતા ગંદા પાણીમાં ઓઇલ નાખી કે પાવડરનો છંટકાવ કરી પાટણના શહેરીજનોની સુખાકારી માટે નકકર પગલા ભરવા લોકમાંગ ઉઠવા પામી છે.