lok rakshak dal

લોક રક્ષક તેમજ PSIની પરીક્ષા માટે અરજી લેવાનું ચાલુ થઈ ગયું છે અત્યાર સુધી 5 લાખથી પણ વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે દોડને લઈને લોક રક્ષક દળ(lok rakshak dal)ના અધ્યક્ષ હસમુખ પટેલે(Hasmukh Patel) સ્પષ્ટતા કરી છે. ભરતીની શારીરિક કસોટી ડિસેમ્બરના પ્રથમ દસ દિવસમાં શરૂ થશે.

ડિસેમ્બરના પ્રથમ દસ દિવસમાં શરૂ થશે ભરતીની કસોટી

શરૂઆત પો.સ.ઇ ઉમેદવારથી થશે. 20 – 25 દિવસમાં પો.સ.ઇની કસોટી તથા 50 – 60 દિવસમાં પો.સ.ઇ તથા લોક રક્ષક બંનેની શારીરિક કસોટી પૂરી થવાની સંભાવના છે. ઉમેદવારો તૈયારીમાં લાગ્યા રહશે.જેમણે પોલીસ સબ ઈન્સ્પેકટરનું ફોર્મ ભરેલું હોય – પો.સ.ઇનું એકલાનું અથવા પો.સ.ઇ અને લોક રક્ષક બંનેનું- તેમને શરૂઆતમાં શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે.

ભરતીને લઈ કોઈ સમસ્યા હોય તો નીચેના નંબર પર કોલ કરી શકાય

લોકરક્ષક ભરતીના ઉમેદવારોના પ્રશ્નો અંગે ભરતી બોર્ડની ઓફિસ ખાતે ત્રણ દિવસ માટે વધારાની હેલ્પલાઇન(Helpline) શરૂ કરવામાં આવી છે. શનિ રવિ-સોમ, ત્રણ દિવસ માટે સમય સવારે 10:30 થી સાંજે 06:00 સુધી નીચે જણાવેલ નંબર પર કોલ કરી LRD ભરતી(lok rakshak dal bharti)માં કોઈ પ્રશ્ન મુંઝવતો હોય તો ફોન કરી શકાશે.

ટેલીફોન નંબર:
9104654216
8401154217
7041454218

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024