પાટણ શહેરની પૂર્વ-પશ્ચિમદિશામાં આવેલા હિન્દુ સ્મશાન ભૂમિનાં રુ.બે કરોડના અંદાજીત ખર્ચે થનારા નવિનીકરણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર સંચાલિત હિન્દુ સ્મશાન ભૂમિ ધામમાં હાલમાં બિસ્માર અને અસુવિધા જનક હોવાથી આ સ્મશાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આખરે તેનું નવિનકરણ કરવાનો પ્રકલ્પ હાથ ધર્યો છે.
આ પ્રકલ્પના નવિનકરણના ભાગરુપે સ્મશાન ભૂમિ ખાતે વિધિવિધાન પૂર્વક શાસ્ત્રોકત વિધીથી તેનું ભૂમિપૂજન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં દાતાઓ તથા અગ્રણીઓ પૈકી પાટણના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને મુખ્ય દાતા સંજયભાઈ પંચાલ, મગનભાઈ પટેલ સહિતના લોકો પૂજાવિધિમાં ભાગ લીધો હતો અને તેઓના હસ્તે શિલાઓને આરોપીત કરાઈ હતી.
આ પ્રસંગે હિન્દુ સ્મશાન ભૂમિના ટ્રસ્ટીઓ અને પ્રમુખ યતીન ગાંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા અને યતીન ગાંધીએ જણાવ્યું હતું કે પાટણની આ સ્મશાન ભૂમિનું નવિનીકરણ થતાં અહીં ઘણી સારી સગવડો ઉપલબ્ધ થવાની છે.
તદ ઉપરાત અદ્યતન પ્રવેશ દવારો, પાર્કિંગ શેડ, કેન્ટીન, સુંદર બગીચો, ગજેરો સાથેની બેઠક વ્યવસ્થા, એ.સી. હોલ, સોલાર પેનલનું ઈન્સ્ટોલેશન, ભઠી ઉપરનો શેડ, મહાદેવજીનું નવુ મંદિર, મોચ્યુરી રુમ, સીસીટીવી કેમેરા, ઓનલાઈન ફેસેલીટી સાથે ઓડીયો સિસ્ટમ, એ.સી. કોકીંગ રુમ, સભાખંડનું નવિનીકરણ, ઓવરહેડ ટાંકી સહિતની ર૬ પ્રકારની સગવડો સાથે અદ્યતન સ્મશાન ભૂમિ નવિનીકરણ કરવા તરફ જઈ રહયું હોવાથી દાતાઓને પણ આ ભગીરથ કાર્યમાં સહકાર આપવા અપીલ કરી હતી.