- અવાર નવાર સજૉતા નાના મોટા અકસ્માતો અને હેવી વાહનો ફસાવાની સમસ્યાઓ..
- નવીન રોડ રસ્તા બનાવવા વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા પાલિકાના સત્તાધીશો ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી..
- પાલિકા તંત્ર દ્વારા શહેરના નીલમ સીનેમા થી ભોલેનાથ સોસાયટી મીરા દરવાજા સુધી નાં ઉબડખાબડ માગૅના નવીનીકરણ માટે આ વિસ્તારના રહીશો ની મુશ્કેલી ને ધ્યાનમાં રાખીને જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ નગરપાલિકા દ્વારા શહેર નાં નીલમ સિનેમા થી ભોલેનાથ સોસાયટી (મીરા દરવાજા) સુધી વિસ્તારમાં દર ચોમાસે ભરાતાં વરસાદી પાણી ની સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્ટીમવોટર અંડર ગ્રાઉન્ડ ગટરનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જે કામગીરી ને વિસ્તારના રહીશો એ સરાહનીય લેખાવી હતી. પરંતુ ઉપરોક્ત કામગીરી પૂર્ણ થયા બાદ ગટર લાઇન માટે ખોદકામ કરવામાં આવેલ માગૅનુ નવીનીકરણ ન કરાતાં આ માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત વિસ્તારના લોકો ને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.
ઉબડ ખાબડ માગૅના કારણે આ રોડ પર અવાર નવાર નાના મોટા માગૅ અક્સ્માત નાં બનાવો પણ સજૉઈ છે તો તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ નાં પગલે માગૅ પર પડેલાં મોટા મોટા ખાડા મા હેવી વાહનો ફસાયા નાં બનાવો પણ બન્યા હતા ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા નગરપાલિકા દ્વારા માટી નાખી ખાડાઓ નું પુરાણ કરવામાં આવ્યું હતું. પરંતુ નવિન રોડ બનાવવાની કામગીરી આજદિન સુધી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં નહીં આવતાં પરિસ્થિતિ જૈસે થૈ ની રહેતાં આ વિસ્તારના જાગૃત નાગરિક સંજયભાઈ સ્વામી દ્વારા આ વિસ્તારમાં આવતાં વોડૅ નાં નગર સેવકો તેમજ પાલિકા પ્રમુખ ને ઉદ્દેશી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.