પાટણ શહેરમાં સેવાકીય પ્રવૃતિ કરતી અનેક સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે ત્યારે સેવા ક્ષેત્રે આગવી કામગીરી કરનાર પાટણ જાયન્ટ્સ પરિવાર દ્વારા છેલ્લા 254 દિવસમાં 254 પ્રોજેક્ટ સેવાકીય કાર્યો નાં કરી ઇતિહાસ રચ્યો છે. મંગળવારના રોજ જાયન્ટસ પરિવાર પાટણ દ્વારા પાટણ શહેરમાં 100% કોરોના વેક્સિનેશન ની કામગીરી સંપન્ન બને તે માટે શહેરના બગવાડા દરવાજા ખાતે આરોગ્ય વિભાગના સૌજન્યથી અને અમદાવાદના દાતા પરિવારના સહકારથી વેક્સિનેશન ટેન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.
પાટણ જાયન્ટસ પરિવારના વર્ષ 2020-21 ના પ્રમુખ તરીકે નિયુક્ત થતાની સાથે જ અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટો કરી પોતાના 254 દિવસના પ્રમુખ તરીકે ના કાર્યકાળ દરમિયાન વિવિધ પ્રકારના 254 સેવા કીય પ્રોજેક્ટો કરી નટવરભાઈ દરજીએ પાટણ શહેર અને જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ માં જાયન્ટસ પરિવારની સેવાકીય પ્રવૃતિઓનો ડંકો વગાડ્યો છે.
મંગળવારના રોજ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ શહેર 100% કોરોના મુક્ત બને તે માટે આરોગ્ય વિભાગના સહયોગથી અને અમદાવાદના દાતા પરિવારના સહકારથી આયોજિત કરાયેલા વેક્સિનેશન ટેન્ટના કાર્યને પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગૌરાંગ પરમાર દ્વારા સરાહનીય લેખાવી જાયન્ટસ પરિવારની સેવાકિય પ્રવૃતિને બિરદાવી હતી.
જાયન્ટસ પરિવાર પાટણ દ્વારા મંગળવારે આયોજિત કરાયેલા સેવાકીય પ્રોજેક્ટ પ્રસંગે જાયન્ટસ પાટણ ના ઉત્સાહી પ્રમુખ નટવરભાઈ દરજી સહિત પરિવારના સભ્યો અને પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..